Get The App

સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી કરાયું : કોંગ્રેસ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી કરાયું : કોંગ્રેસ 1 - image


Surat Corporation : સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં મે મહિનામાં મેયર રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે પુણા વિસ્તારમાં પાલિકાની સ્કુલને અડીને માર્જીન છોડ્યા વિના બાંધકામ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. મેયરે અધિકારીઓને તાકીદે બોલાવ્યા હતા અને સ્કુલની દિવાલ સાથે બાંધકામ કઈ રીતે થાય છે તેનો ખુલાસો પુછ્યો હતો. જોકે, અધિકારીઓ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા ત્યાર બાદ મેયરે આ ગેરકાયદે બાંધકામ તોડવાની સૂચના આપી હતી. 

જોકે મેં મહિનામા મેયરે ગેરકાયદે બાંધકામ તોડવા માટે સુચના આપી હતી. પરંતુ આ ગેરકાયદે બાંધકામ તો દૂર કરાયું નથી પરંતુ બેફામ નવા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે. આ મુદ્દે મેયરે તાકીદ કરી હોવા છતાં ફોલોઅપ કરી બાંધકામ દૂર થયા છે કે નહીં તે જાણવાની તસ્દી લીધી નથી. તો બીજી તરફ કોંગ્રેસે મેયરને પત્ર લખીને આ ગેરકાયદે બાંધકામ માટે પત્ર લખી ખુલાસો માંગવા સાથે ગંભીર આક્ષેપ કર્યો છે. 

પુણા વિસ્તારના કોંગ્રેસ અગ્રણી સુરેશ સુહાગિયા અને અન્યએ મેયરને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, પુણા વિસ્તારમાં પાલિકાની સ્કુલની બાજુનું બાંધકામ તમે સુચના આપી હોવા છતાં હજી સુધી દુર થયું નથી. ત્યારે કોંગ્રેસે મેયરને પૂછ્યું છે કે, તમારું અધિકારીઓ પાસે કંઈ ચાલતું નથી ? જો તમારા આદેશનું પાલન થતું ન હોય અને અધિકારીઓ આપના આદેશ માનતા ન હોય તો નૈતિકતાના ધોરણે તમારે મેયર પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ જો એમ ન થાય તો પછી અધિકારીઓ સાથે મળી અને આપે પણ આ ગેરકાયદેસર બાંધકામોની અંદર હાથ કાળા કરી અને વહીવટ કરી લીધો છે કે શું ? તેનો ખુલાસો કરવામાં આવે અને સદર ગેરકાયદેસર બાંધકામ ક્યારે દૂર થશે તે પણ જણાવવા માટે માંગણી કરી છે. આમ મેયરની મુલાકાત દરમિયાન ગેરકાયદે બાંધકામ હોય અને તેને દુર કરવા સુચના આપી છતાં દૂર ન થયું હોવાથી અનેક અટકળો પણ થઈ રહી છે.

Tags :