Gandhinagar News: ગુજરાતમાં કરોડો-અબજોના ખર્ચા પછી પણ આખા રાજ્યમાં કેનાલ નેટવર્ક નહીં હોવાથી 51.68 લાખ હેક્ટર વિસ્તારની જમીનને સરકારી સિંચાઇના પાણી મળતાં નથી. આ ખેડૂતો ટ્યુબવેલ અને ખાનગી કુવાના ભરોસે બેઠાં છે. એકતરફ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભૂતળના જળ ખતમ થઈ રહ્યાં છે, છતાં આજેપણ આટલા મોટા વિસ્તારની જમીનને કુવામાંથી પાણી ખેંચવું પડે છે.
ખેતીલાયક 97,86,800 હેક્ટર જમીન,46,18,026 હેક્ટરને સિંચાઈની સુવિધા
ગુજરાતમાં ઔદ્યોગિત વિકાસને ખેતી કરતાં વધુ મહત્ત્વ મળી રહ્યું હોવાનુ આ એકમાત્ર ઉદાહરણ છે. જળસંપત્તિ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં ખેતીલાયક વિસ્તાર 9786800 હેક્ટર છે, જે પૈકી સરકાર દ્વારા સિંચાઈ સુવિધા ધરાવતો વિસ્તાર 46,18,026 હેક્ટર છે. બાકીના 51,68,674 હેક્ટર વિસ્તારને સરકારી સિંચાઈ કે કેનાલ નેટવર્કના પાણીનો લાભ મળતો નથી. ગુજરાતમાં સિંચાઇની અનેક યોજનાઓ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી આધારિત સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના કાર્યરત છે. છતાં આટલી મોટી સંખ્યાના વિસ્તારને હજીપણ ખાનગી કુવા કે ટ્યુબવેલના પાણી વાપરવા પડી રહ્યાં છે. સરકાર દ્વારા દર વર્ષે નવા બેરેજ, ચેકડેમ, ઉદ્દવહન પાઈપલાઈન તેમજ તળાવની ક્ષમતા વધારવાના કામો થાય છે છતાં બઘાંને પહોંચી શકે તેટલું સરફેસ જળ મળતું નથી.
સિંચાઈથી બાકાત રહેતા જિલ્લાઓનો વિસ્તાર


