Gujarat

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે

By GS TEAM
30 Mar 20261 min read
૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે

  અમદાવાદ, સોમવાર,30 માર્ચ,2026

હજુ ફેબુ્આરી મહિનામા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ રૃપિયા ૧૮૫૧૮ કરોડનુ વાર્ષિક બજેટ મંજુર કરવામા આવ્યુ છે.જયારે બીજી તરફ કોર્પોરેશને સ્કૂલ હેતુ માટેના થલતેજ,ચાંદખેડા ઉપરાંત હંસપુરા અને નિકોલના પ્લોટ વેચવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પ્લોટની ૬ મેના રોજ ઈ-હરાજી થશે.નોંધપાત્ર બાબત એ છે કે, આ ચાર પ્લોટ વેચવા તળીયાની કિંમત પચાસ ટકા લેખે નકકી કરવામા આવી છે.

થલતેજ વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૩૭ના ફાઈનલ પ્લોટ -૧૭૪ એ સ્કૂલ હેતુ માટે ૩૬૬૨ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્લોટ વેચવા તંત્રે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૩૯ લાખ રાખવામા આવી છે.ચાંદખેડા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૨૨ના ફાઈનલ પ્લોટ નંબર-૨૮૫ કે જેનુ ક્ષેત્રફળ ૨૨૦૪ ચોરસ મીટર છે.તેના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૮૫ હજાર તળીયાની કિંમત નકકી કરવામા આવી છે. હંસપુરા ટી.પી.સ્કીમ નંબર-૧૦૯ના ફાઈનલ પ્લોટ નંબર-૧૧૭-૧ કે જેનુ ક્ષેત્રફળ ૪૪૨૭ ચોરસમીટર છે તેના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર ૩૫ હજાર તળીયાની કિંમત નકકી કરવામા આવી છે.જયારે નિકોલમાં ટી.પી.સ્કીમ નંબર-૧૦૨ના ફાઈનલ પ્લોટ નંબર-૯૫ ,જેનુ ક્ષેત્રફળ ૨૦૮૩ ચોરસમીટર છે.તેના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૨૮ હજાર તળીયાની કિંમત નકકી કરવામા આવી છે.આ પ્લોટ વેચાણથી લેવા ઈન્સ્ટીટયુટસ,સંસ્થા,ટ્રસ્ટ ,એજયુકેશન સોસાયટી, ધાર્મિક ટ્રસ્ટ અને કંપનીઓ જ અરજી કરી શકશે એ પ્રકારે ટેન્ડરમા શરત મુકવામા આવી છે.