Gujarat

અમદાવાદમાં ફટાકડાના ભાવમાં 30 થી 40% નો વધારો છતાં ખરીદીનો ઉત્સાહ: માચીસ ગન, હેલોવીન અને ડ્રોન બોમ્બનો ટ્રેન્ડ

By GS Team
7 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદના દિલ્હી દરવાજા અને કાલુપુર ફટાકડા બજારમાં દિવાળીની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 થી 40% નો વધારો થયો છે, છતાં લોકો ખરીદી કરી રહ્યા છે, પરંતુ જથ્થો ઘટાડી રહ્યા છે. તારામંડળ, કોઠી સાથે હેલોવીન, ડ્રોન બોમ્બ અને માચીસ ગન જેવા નવા ફટાકડાનો ક્રેઝ જોવા મળ્યો. શિવાકાશી અને ઉત્તર પ્રદેશથી આવતા ગ્રીન ક્રેકર્સની માંગ વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ફટાકડાના ભાવમાં 30 થી 40% નો વધારો છતાં ખરીદીનો ઉત્સાહ: માચીસ ગન, હેલોવીન અને ડ્રોન બોમ્બનો ટ્રેન્ડ

Ahmedabad Firecracker Market Price Hike 30 To 40 Percent: દિવાળી નજીક આવતા જ અમદાવાદના દિલ્હી દરવાજા અને કાલુપુરની ફટાકડા બજારોમાં ઉત્સાહભેર લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. જોકે, આ વખતે ફટાકડાના ભાવ ભડકે બળ્યા છે અને ભાવમાં 30 થી 40% નો વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. મોંઘવારીના કારણે લોકો ફટાકડાની ખરીદી તો જરૂર કરી રહ્યા છે, પરંતુ બજેટ જાળવવા માટે તેનો જથ્થો ઘટાડી રહ્યા છે. એટલે કે દર વર્ષ કરતા ઓછા ફટાકડા ખરીદવાનું લોકોએ વલણ અપનાવ્યું છે.

નવા ફટાકડાનો ક્રેઝ અને બાળકોમાં આકર્ષણ

ફટાકડા બજારમાં આ વર્ષે તારામંડળ, કોઠી અને મરચી બોમ્બ જેવા એવરગ્રીન ફટાકડાઓની સાથે-સાથે હેલોવીન બોમ્બ, ડ્રોન બોમ્બ અને કેટરપિલર જેવા નવા ફટાકડાનો અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે માચીસ ગન અને થ્રો બોમ્બ બાળકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ગ્રીન ક્રેકર્સની બોલબાલા અને બજારની વાસ્તવિકતા

અમદાવાદની બજારોમાં તામિલનાડુના શિવાકાશી અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ફટાકડા આવે છે. છેલ્લા 2 વર્ષથી ઓછું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ કરતા 'ગ્રીન ક્રેકર્સ' બજારમાં છવાઈ ગયા છે. જોકે, ગ્રાહકોમાં ચર્ચા છે કે ગ્રીન ક્રેકર્સના નામે સાદા ફટાકડા જ ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે.