વડોદરા: જંગલ જેવું વાતાવરણ સર્જાઈ રહે તેને ધ્યાનમાં રાખી વૃક્ષો કાપ્યા વિના પક્ષીઘરની ડિઝાઈન તૈયાર કરાઈ
વડોદરા, તા. 14 નવેમ્બર 2021 રવિવાર
વડોદરાના સયાજીબાગ સ્થિત પક્ષીઘર સયાજીરાવ ગાયકવાડના સમયમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નવી ગાઇડલાઇન પ્રમાણે તેના પિંજરા નાના હતા જેથી વિદેશના ઘરની જેમ જ કુદરતી વાતાવરણમાં પક્ષીઓ રહી શકે તેવું પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે.
વડોદરા સયાજી બાગ ના પક્ષી ઘર માં જે નવી ડિઝાઈન બનાવવામાં આવી છે તેમાં એક પંખી ઘર સયાજીરાવ ગાયકવાડના જમાનાનું પીંજરું જૈસે થે રાખવામાં આવ્યું છે.
કોર્પોરેશનના તે સમયના કમિશનર ડોક્ટર વિનોદ રાવ અને ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર એ પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘરની ડિઝાઇન તૈયાર કરતાં સમયે પ્રકૃતિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
નવી ડિઝાઈન પ્રમાણે સયાજીબાગ ના અનેક વૃક્ષો કાપી કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ વૃક્ષો યથાવત રહે અને જંગલ જેવું વાતાવરણ રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પક્ષી ઘરમાં જે સયાજીરાવ ગાયકવાડે જે પીંજરું બનાવ્યું હતું તે યાદગીરી માટે પણ યથાવત રાખવામાં આવી છે.