Get The App

રાજકોટમાં ડેપ્યુટી મેયર જ સુરક્ષિત નથી! છરી વડે હુમલો: સન્ની પાજી નામના આરોપીની ધરપકડ

Updated: Nov 18th, 2024

GS TEAM


Google News
Google News
રાજકોટમાં ડેપ્યુટી મેયર જ સુરક્ષિત નથી! છરી વડે હુમલો: સન્ની પાજી નામના આરોપીની ધરપકડ 1 - image


Attack On Deputy Mayor In Rajkot: ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમનાના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો હતો. સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે આરોપી સન્નીની ધરપકડ કરી છે. 

મળતી માહિતી અનુસાર, ભત્રીજાના ઝઘડામાં ડે.મેયર વચ્ચે પડતા આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, વધારે સારવાર માટે નરેન્દ્રસિંહ જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં હત્યા: અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા

આ ઘટનાની જાણ થતા પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

રાજકોટમાં ડેપ્યુટી મેયર જ સુરક્ષિત નથી! છરી વડે હુમલો: સન્ની પાજી નામના આરોપીની ધરપકડ 2 - image

Tags :