દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદોઃ ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

આરોપીએ વર્ષ 2019માં પત્ની, પુત્ર અને માતાની કુહાડીના ઘા મારીને હત્યા કરી હતી

Updated: Jan 25th, 2023
દિયોદર, 25 જાન્યુઆરી 2023 બુધવાર

બનાસકાંઠા જિલ્લામાં 2019માં પરિવારના મોભીએ જ ખૂની ખેલ ખેલીને પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આરોપીએ પત્ની, પુત્ર અને માતાની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં દિયોદર સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પાંચ વર્ષ પછી ચુકાદો આપ્યો છે. 2019ના કેસમાં આરોપીને 2023માં કોર્ટે ફાંસીની સજા ફટકારીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

શું હતો કેસ
વર્ષ 2019માં વહેલી પરોઢે પરિવારના મોભીએ કામધંધાની વાતની આવેશમાં આવીને પોતાના પાંચ વર્ષીય પુત્ર, ૫૫ વર્ષીય માતા અને પત્ની પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જોકે સામાન્ય ઘર કંકાસમાં સામુહિક હત્યાકાંડમાં એક પરિવારનો માળો પળભરમાં વેરવિખેર થઈ જવા પામ્યો હતો.બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો.

    Sports

    RECENT NEWS