Gujarat

૧ અઠવાડિયામાં મેડિકલ કોલેજના ૧૦ રેસિડેન્ટ ડોક્ટરને ડેન્ગ્યૂ

By GS TEAM
4 Jul 20251 min read
૧ અઠવાડિયામાં મેડિકલ કોલેજના ૧૦ રેસિડેન્ટ ડોક્ટરને ડેન્ગ્યૂ

,બરોડા મેડિકલ કોલેજના ૧૦ રેસિડેન્ટ ડોક્ટરને છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યૂ થયા છે. જેના પગલે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલમાં  સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. 

ચોમાસાની ઋતુ શરૃ થતા જ શહેરમાં મચ્છર જન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. કોર્પોેરેશન દ્વારા રોગચાળો અટકાવવા માટે કામગીરી થઇ રહી છે. બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલમાં મચ્છરના ઉપદ્રવના કારણે દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો પણ ડેન્ગ્યૂની ઝપટમાં આવી ગયા છે.છેલ્લા એક અઠવાડિયામાં ૧૦ ડોક્ટરોને ડેન્ગ્યૂ થયો છે અને  હાલમાં ત્રણ ડોક્ટર સારવાર હેઠળ છે. આજે કોર્પોરેશન દ્વારા હોસ્ટેલમાં સેનિટાઇઝેશનની કામગીરી  હાથ ધરવામાં આવી હતી.સયાજી હોસ્પિટલ કેમ્પસમાં  જો યોગ્ય સાફ સફાઇ રાખવામાં નહીં આવે તો સારવાર માટે આવતા દર્દીઓના સગા પણ રોગચાળાની ઝપટમાં આવે તેવી શક્યતા છે.