Get The App

ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા 1 - image

- એલસીબીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

- રોકડ રૂ. 53,600, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂ. 1.13 લાખના મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા અકાળા ગામમાં ખારા સીમમાં જુગારધામ પર દરોડો પાડી સાત શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે સ્થળ પરથી રૂ.૧.૧૩ લાખના મુદામાલ જપ્ત કર્યો છે. 

એલસીબી પોલીસે અકાળા ગામમાં ખારા સીમમાં દરોડા પાડી સ્થળ પરથી જુગાર રમતાં (૧) સંજયભાઇ ગોરધનભાઇ મેટાળીયા (૨) ઉમેશભાઇ સુરેશભાઇ મેટાળીયા (૩) મહેશભાઇ ધીરુભાઇ મેટાળીયા (૪) બુધાભાઇ ધીરુભાઇ મેટાળીયા (૫) વલ્લભભાઇ માનશિંગભાઇ મેટાળીયા (૬) વિનોદભાઇ ગોબરભાઇ મેટાળીયા તમામ રહે.પાંચવડા તા.ચોટીલા અને (૭) અનીલભાઇ ગોરધનભાઇ પરાલીયા (રહે.અકાળા તા.ચોટીલા)ને રોકડ રૂ.૫૩,૬૦૦, ૪-મોબાઈલ (કિં.રૂ. રૂ.૨૦,૦૦૦), ૨-બાઈક (કિં.રૂ.૪૦,૦૦૦) મળી કુલ રૂ.૧,૧૩,૬૦૦નો મુદામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.