વડોદરા: બેંકોના ખાનગીકરણના વિરોધમાં વિવિધ યુનિયન દ્વારા સયાજીબાગ ખાતે દેખાવો
વડોદરા, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર
બેંક યુનિયન ખાનગીકરણના વિરોધમાં વડોદરા કમાટી બાગ ખાતે એકત્ર થયેલ યુનિયન લીડર ઓએ ભારત યાત્રા રથ સાથે મોર્નિંગ વોકરો ને જનજાગૃતિ અર્થે પત્રિકા વહેંચી બેન્કોના ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા આગામી સત્રમાં બેંકોના ખાનગીકરણના મુદ્દો આવરી લેવામાં આવ્યો હોવાની સોશિયલ મીડિયા પર ફરતી છતાં જ યુવાનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. જેમાં વિવિધ બે ખાનગીકરણના નો વિરોધ દર્શાવવા જનજાગૃતિ અર્થે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અને કર્મચારીઓ કમાટી બાગ ખાતે બેનર પોસ્ટર પ્રદર્શન અને બેંકના ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો.
આ ઉપરાંત કમાટી બાગની બહાર મોર્નિંગ વોકરો ને જનજાગૃતિ અર્થે પત્રિકા વિતરણ કરી હતી. જે અંગે aiibocના જનરલ સેક્રેટરી અને sbi બેંક ઓફિસર્સ એસોસિયેશન ના પ્રમુખ નિલેશ રાડીયા સહિતના યુનિયન લીડર ઓએ એ વધુ માહિતી આપી હતી.