વડોદરામાં જુના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણ ખાનના રોડ પરના દબાણો તોડવાનું શરૂ
Vadodara Demolition : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વોર્ડ નંબર 14 વિસ્તારમાં 50 ફૂટના રોડ પરના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી. જુના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણ ખાના રોડ સુધીના વિસ્તારમાં 50 ફૂટના રોડ પૈકીના ગેરકાયદે દબાણો જેમ કે ટોયલેટ બાથરૂમ, ઓરડીની દીવાલો, શેડ, ઓરડી વગેરે નડતરરૂપ હતા તે તોડી પાડવા સવારથી ઓપરેશન હાથ ધર્યું હતું. તોડફોડ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રખાયો હતો. કોર્પોરેશનના જુદા જુદા ખાતાના કર્મચારીઓ પણ આ કામગીરી વખતે ઉપસ્થિત હતા.