Gujarat
મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન
By GS TEAM
18 Sep 20251 min read

સુરેન્દ્રનગર - જ્યારે ચુંટણી આયોગ દ્વારા વસ્તી ગણતરીના આધારે મહાનગરપાલિકાના અલગ-અલગ વોર્ડમાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ નં.૧માં ખમીસણા અને ચમારજ ગામ, વોર્ડ નં.૫ માં મુળચંદ, વોર્ડ નં.૯ માં ખેરાળી અને માળોદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સીમાંકન જાહેર થતાં ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો ગોડફાઘરની શરણે
જ્યારે મહાનગરપાલિકા જાહેર થયા બાદ ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં હિલચાલ જોવા મળી હતી પરંતુ નવું સીમાંકન જાહેર થતાં જ અલગ-અલગ વોર્ડમાં ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ ઉચ્ચ રાજકીય આગેવાનો સાથે ટેલીફોનીક સંપર્ક તેમજ બેઠકોનો દોર શરૃ કરી દીધો છે તેમજ અમુક દાવેદારો પોતાના લાગતા વળગતા ગોડફાધરની શરણે પણ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.








