વડોદરામાં ગેરકાયદે 'નો પાર્કિંગ' બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતારી લેવા માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલી ટ્યુબ કંપનીની સામે કોઈ વ્યક્તિએ ગેરકાયદે 'નો પાર્કિંગ બોર્ડ'ના બોર્ડ લગાવી જર્જરિત મકાન પાસે પાર્ક કરાતા વાહન ચાલકો પાસેથી માથાભારે ઈસમ દ્વારા રૂપિયા ખંખેરી, ગાળો, ધમકી આપી પરેશાન કરાતા ઓપી રોડ અને અકોટાના રહીશોએ જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિ., પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરીને 'નો પાર્કિંગ' બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી લેવા માંગ કરી આવેદનપત્રો સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓલ્ડ પાદરા રોડ પાસેની ટ્યુબ કંપનીની સામેની જગ્યાએ 'નો પાર્કિંગ'નું બોર્ડ ગેરકાયદે લગાવાયું હોવાનું આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે. નજીકમાં જર્જરિત મકાનમાં માથાભારે ઈસમ દ્વારા દાદાગીરી કરીને 'નો પાર્કિંગ બોર્ડ' ના કારણે પાર્ક થતા વાહનચાલકોને ધમકાવી ગાળો આપીને માથાભારે ઈસમ દ્વારા લોકો પાસેથી રૂપિયા ખંખેરીને વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા છે.
આ અંગે ઓલ્ડ પાદરા રોડ અને અકોટા વિસ્તારના સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આ ગેરકાયદે લગાવેલું બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી લેવા જિલ્લા કલેકટર, શહેર પોલીસ કમિશનર અને પાલિકા મ્યુ કમિશનરને ગેરકાયદે લગાવેલું બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી માથાભારે ઈસમ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ માથાભારે ઈસમ સામે જેપી પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ફરિયાદો પણ થયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.








