Get The App

ધ્રાંગધ્રાના નરશીપરામાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા માંગ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના નરશીપરામાં મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરવા માંગ 1 - image


કામગીરી બંધ નહીં કરાય તો રહિશોની આંદોલનની ચીમકી

મોબાઇલ ટાવરમાંથી નીકળા રેડિયેશનથી બાળકો અને રહિશોના આરોગ્યને નુકસાન

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં થોડા દિવસો થી મોબાઈલ ટાવરની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે આ મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરાવવાની સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં મોબાઈલ ટાવર બનાવવાની કામગીરી શરૃ કરાઈ છે જેની સામે આ વિસ્તારના સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરતા તેમાંથી નીકળતા રેડિયેશનથી સ્થાનિક રહીશોના આરોગ્યને જોખમ રહે છે. તેમજ આ વિસ્તારમાં રહેતા બાળકો ઉપરાંત અહીં સ્કૂલે આવતા નાના બાળકોના આરોગ્ય પર પણ મોબાઇલ ટાવર નાખવાથી ખતરો ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે. મોબાઇલ ટાવરમાંથી નિકળતા રેડીએશન થી લાંબા સમય ગાળે માનસિક અસર પર થઈ શકે છે. આથી તાત્કાલિક મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આ અંગે કોઈ ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Tags :