ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bajwa Railway Station : વડોદરાના બાજવા ખાતે પાંચ પ્લેટફોર્મનું સ્ટેશન છે. આ સ્ટેશન પર માત્ર મેમુ ટ્રેન સિવાય અન્ય કોઈ એક્સપ્રેસ ટ્રેનો ઊભી રહેતી નથી.
જો કે, બાજવાની આજુબાજુમાં કેટલીય મોટી મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ગુજરાત રિફાઈનરી, રિલાયન્સ, જીઆઇડીસીમાં અનેક મોટા ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ અંકલેશ્વરના નોકરી અને કામ ધંધા અર્થે સેકડો કર્મચારીઓ અપડાઉન કરે છે. ઔદ્યોગિક સંકુલ સહિત વિવિધ કેટલીય મોટી કંપનીઓ હોવા છતાં પણ વર્ષોથી કોઈપણ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહેતી નથી. જેથી આ વિસ્તારના લોકો અને નોકરિયાતોને ભારે હાલકીનો સામનો કરવો પડે છે. જો પ્રતાપનગર, વિશ્વામિત્રી, છાયાપુરી જેવા નાના સ્ટેશનોને અપગ્રેડ કરીને આ તમામ સ્ટેશનોએ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રખાતી હોય તો બાજવાને કેમ અન્યાય કરવામાં આવે છે? બાજવા રેલ્વે સ્ટેશન પર કેમ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહેતી નથી. આ અંગે સ્થાનિક વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાંસદ ડો.હેમાંગ જોશીને સઘન રજૂઆત કરાશે. સ્થાનિકોની માગ છે કે અહીંયા એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહે અને નોકરીયાતોને તથા જનતા સુવિધા મળે એવી લોકમાં માગ છે.









