Get The App

કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ ઉઠી

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ ઉઠી 1 - image

Vadodara : કરજણ-ડભોઇ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા તાત્કાલિક શરૂ કરવા ડિવિઝનલ રેલવે યુઝર્સ કોન્સલ્ટેટિવ કમિટીના સભ્ય દ્વારા જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.

 કરજણથી ડભોઇ સુધીનો રેલ માર્ગ નેરોગેજ (NG)માંથી બ્રોડગેજ (BG)માં રૂપાંતરિત થઈ ચુક્યો છે અને તેનું ટ્રાયલ રન પણ ઘણા સમય પહેલાં સફળ થયું હોવા છતાં નિયમિત પેસેન્જર ટ્રેન સેવા આજ સુધી શરૂ કરવામાં આવી નથી. રેલ સેવા શરૂ ન થવાને કારણે કરજણ-ડભોઇ વિસ્તારના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દૈનિક મુસાફરો અને શ્રમિકોના રોજગાર પર અસર, મોંઘા રોડ ટ્રાન્સપોર્ટનો વધારાનો બોજ, વિદ્યાર્થીઓને કોલેજ–સ્કૂલ આવાગમનમાં સમય અને ખર્ચ બંને વધ્યા, કામના સ્થળે સમયસર ન પહોંચતા રોજગારમાં અવરોધ વગેરે સમસ્યાઓ થઈ રહી છે. આ રૂટ પર પેસેન્જર ટ્રેન શરૂ કરવાથી હજારો મુસાફરોને રાહત થશે તેમજ વેપાર, રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે સુધારો થશે. તેવું વેસ્ટર્ન રેલવે, મુંબઈના જનરલ મેનેજરને પાઠવેલા પત્રમાં એમ. હબીબ લોખંડવાલા (DRUCC સભ્ય, વડોદરા વિભાગ) એ જણાવી કરજણ-ડભોઇ બ્રોડગેજ લાઇન પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી છે.