ડભોઈ-કરજણ પેસેન્જર ટ્રેન તાત્કાલિક શરૃ કરવા માગણી
ભરૃચ અને પાલેજમાં ફલાઈ ઓવર બ્રિજ બનાવવા અંગે રજૂઆત
વડોદરા,વડોદરા રેલ વિભાગીય મંડળમાં રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં ડભોઈ-કરજણ પેસેન્જર ટ્રેન તાત્કાલિક શરૃ કરવા રજૂઆત કરાઈ હતી.
ડભોઈથી કરજણ પહેલાં નેરો ગેજ લાઈન હતી, તેની બ્રોડગેજમાં રૃપાંતરિત કરી દેવામાં આવી છે અને હાલ તે તૈયાર છે, તેની ટ્રાયલ પણ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી તેના પર પેસેન્જર ટ્રેન શરૃ કરવામાં આવી નથી.
આ માર્ગ પર પેસેન્જર ટ્રેન શરૃ થવાથી મુસાફરોને ફાયદો થશે, કેમકે હાલમાં મુસાફરોને પ્રાઈવેટ વાહનથી મુસાફરી કરવી પડે છે. પેસેન્જર ટ્રેન શરૃ થાય તો ડભોઈ અને કરજણના ધંધા અને રોજગારને પણ ફાયદો થઈ શકે તેમ છે.
બોડેલી, ડભોઈ, પ્રતાપનગર, વિશ્વામિત્રી, કરજણ અને પાલેજ રેલવે સ્ટેશનો પર ખાવા-પીવાના સ્ટોલ શરૃ કરવા કહ્યું હતું.
પાલેજ રેલવે સ્ટેશન પર જર્જરિત ફલાઈ ઓવર બ્રિજ તોડી પાડયો છે, પણ આ યોગ્ય એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે કોઈ સગવડ કરાઈ નથી. મુસાફરોને ટ્રેક ક્રોસ કરીને જ જવું પડે છે. જે જોખમી છે. જેથી લિફટ સાથે ફલાઈ ઓવર બ્રિજ બનાવવા માગ કરીને ભરૃચ રેલવે સ્ટેશને પણ લિફટવાળો ફલાઈ ઓવર બ્રિજ બનાવવા માગ કરાઈ હતી.