વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો
Vadodara : વડોદરા શહેરના સ્મશાનોના પ્રશ્નનો ઉકળતો ચરું હજી શમવાનું નામ લેતો નથી, ત્યારે છાણી ગામના 12 જેટલા અગ્રણીઓ આજે મ્યુ. કમિ.ને બપોરે 1 વાગ્યાના સુમારે રૂબરૂ મુલાકાતે જઈને કોન્ટ્રાક્ટરને અપાયેલું છાણી સ્મશાન છાણી ગામને સોંપી દેવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના 31 સ્મશાનો અંગે તંત્ર દ્વારા લેવાયેલા યુ ટર્ન છતાં પણ વિવાદ સમવાનું શાંત થતો નથી.
સમગ્ર છાણી ગામના બજારોછાણી સ્મશાનના પ્રશ્નને લીધે બંધ રહ્યા હતા. છાણી ગામનું સ્મશાન કોન્ટ્રાક્ટરને અપાયું હોવાનું કહેવાય છે, પરિણામે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.
છાણી ગામના બાર જેટલા અગ્રણીઓ ગામનું સ્મશાન કોન્ટ્રાક્ટર પાસેથી લઈને ગ્રામજનોને સોંપી દેવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને બપોરે ગામના સ્મશાનનો સમગ્ર વ્યવહાર ગ્રામજનો ચલાવવા તૈયાર હોવાની માંગ સાથે ગામના 12 અગ્રણીઓ રજૂઆત કરી આ કાર્યક્રમને સ્થાનિક કોર્પોરેટરો જહા ભરવાડ અને હરીશ પટેલનું પણ સમર્થન છે.