Gujarat
શિક્ષણ સમિતિના ૫૭૦ કર્મચારીઓની ૩૩ વર્ષથી કાયમી કરવાની લડતનો ઉકેલ લાવવા માગણી
By GS TEAM
18 Jun 20251 min read

વડોદરા, તા.18 વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાની માગણી સાથે ૧૪ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે.
આજે સાંજે કોર્પોરેશનની સભા મળવાની હોવાથી સભામાં જતા સભ્યોને સંઘના આગેવાનો આવેદનની નકલ આપીને પોતાની માગણી સભામાં ઊઠાવી જલ્દી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, સમિતિની તા.૯-૬-૨૦૨૦ ની સામાન્ય સભામાં ૫૭૦ કર્મચારીઓને ફેબુ્રઆરી ૨૦૧૯ ના લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરતો ઠરાવ કરાયો હતો. આ ઠરાવ મંજૂરી માટે કોર્પોરેશનની સભામાં મોકલવામાં આવ્યો હતો.
કોર્પોરેશનની સભામાં તારીખ ૭-૧૨-૨૦૨૦ થી આ ઠરાવ મુલતવી રખાયો છે. ૩૩ વર્ષથી ચોથા વર્ગના કર્મચારીઓની લડત ચાલી રહી છે. સંઘના આગેવાનોને કોર્પો.ના પ્રાંગણમાં જતા અટકાવવા ગેટ બંધ કરી દીધા હતા.








