એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી
- અબ્સોર્બ પેન્શનરોને માસિક 9 હજાર પેન્શન ચૂકવવા ઠરાવ થયો
- હાયર પેન્શનના દાવા કેન્સલ કર્યાની માહિતી પણ નથી અપાઈ, બેઠક યોજી નિરાકરણ લાવવું જરૂરી
રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ કર્મચારીઓ પૈકી સાતમાં પગારપંચના અનુસંધાને લઘુતમ પેન્શન કરતા ઓછું પેન્શન મેળવતા અબ્સોર્બ પેન્શનરોને તા.૧-૧૦-૨૫ની અસરથી માસિક નવ હજારનું પેન્શન ચૂકવવા અને અગાઉના સમયગાળાનો લાભ નોશનલ ગણવા ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે. આ ઠરાવ અનુસાર નિગમના કર્મચારીઓ પણ લઘુતમ પેન્શન મેળવવા માટે હક્કદાર હોય, તેનો લાભ મળે તેવી ઘટતી કાર્યવાહી કરવા તેમજ હાયર પેન્શનના દાવાને કેન્સલ કરી તેના કારણો અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. જેથી નિગમના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓને સાથે રાખી પેન્શન કચેરીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે તેવી ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘે માંગ સાથે નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને રજૂઆત કરી છે.