Gujarat

કપડવંજથી અમદાવાદ જતી સવારની 6.45 વાગ્યાની બસ નિયમિત કરવા માંગ

By GS TEAM
16 Sep 20251 min read
કપડવંજથી અમદાવાદ જતી સવારની 6.45 વાગ્યાની બસ નિયમિત કરવા માંગ

- કપડવંજ ડેપોમાં અનિયમિત બસોથી હાલાકી

- નોકરી, શાળા અને ધંધા ઉપર જતા કાયમી પાસ ધારકોને બસ નહીં મળતા ખાનગી વાહનમાં જવાબ મજબૂર

કપડવંજ : કપડવંજથી અમદાવાદ જવા માટે સવારે ૬.૪૫ કલાકની બસ અનિયમિત આવતા કાયમી અપડાઉન કરતા પાસધારકો સોમવારે અટવાઈ ગયા હતા. આ બસ સમયસર ઉપડે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે. 

કપડવંજ ડેપોની કાળાજીના મુવાડા બસ રેગ્યુલર આવતી નથી. આવે તો સવારે ૬.૩૦ સમય હોવા છતાં ૬.૪૫ એ ઉપાડે છે. બારેજા ડેપોની બસ સવારે ૬.૪૫નો સમય હોવા છતાં રેગ્યુલર આવતી નથી. આ રોજનો પ્રશ્ન બની ગયો હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. બાલાસિનોર ડેપોની એક બસ સવારે ૭ કલાકે અમદાવાદ જવા માટે છે. જે પણ અનિયમિત છે. 

ત્યારે બસો નહીં મળવાના કારણે પાસધારકોને ભારે હાલાકી પડી રહી છે. નોકરીએ સમયસર પહોંચવા ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. કપડવંજ બસ ડેપોની પૂછપરછ ઓફિસમાં પણ યોગ્ય જવાબ નહીં મળતો હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યા છે. આજે પણ અમદાવાદ જતા મુસાફરો સવારે અટવાયા હતા. ત્યારે કપડવંજથી અમદાવાદ જવા સવારે ૬.૪૫ની અનિયમિત બસનું કાયમી યોગ્ય સંચાલન કરાય તેવી મુસાફરોની માંગણી છે.