ધોળકામાં મદાર ઓટાથી ટાવર બજાર સુધીનો રોડ સમથળ કરવા માંગ
બગોદરાઃ
ધોળકા નગરપાલિકાનાં હદ વિસ્તારમાં ગુયા તળાવ પાસે સિમલા હોટલ સામે હાલ પમ્પિંગ
સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. જેના સંદર્ભે ટાવર બજારથી જુમ્મા મસ્જિદ થઈ મદાર
ઓટા સુધી પાઇપ લાઈન નાખવા માટે ખોદકામ કર્યા બાદ પાઇપ નાખી માટી પુરાણ કર્યું છે.
પરંતુ પાણી નાખીને માટી દબાવી રોડ સમથળ કરવાની કામગીરી નહીં કરાતા ઉપર માટીનો
ટેકરો હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી
રહી છે. ત્યારે ધોળકા નગરપાલિકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને આ રોડ ઉપરથી
માટીનો ટેકરો દૂર કરાવી રોડ સમથળ કરાવે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.