પ્રતાપનગર–એકતાનગર રૂટ પર મેમુ ટ્રેનોના ફેરા વધારવાની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતાપનગરથી એકતાનગર વચ્ચે મેમુ ટ્રેનોના ફેરા વધારવા બાબતે વડોદરા ડીઆરએમ રાજુ ભડકેને ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશથી દરરોજ હજારો પ્રવાસીઓને આકર્ષે છે. અહીં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં પ્રતાપનગરથી એકતાનગર માટે સવારે 6:40 વાગે એક મેમુ ટ્રેન અને ત્યારબાદ બપોરે 12:15 વાગે બીજી મેમુ ટ્રેન ચાલે છે. આ બે ટ્રેનો વચ્ચે અંદાજે 5 કલાક 35 મિનિટનો લાંબુ અંતર હોવાથી મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે. આ સમયગાળામાં ટ્રેન સેવા ન હોવાથી અનેક પ્રવાસીઓ વધુ સમય અને વધુ ખર્ચ કરીને રોડ માર્ગે મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે, જે તેમના માટે મોંઘું સાબિત થાય છે.
આ જ રૂટ પર આવેલ વિખ્યાત ચાંદોદ ધાર્મિક યાત્રાધામ તરફ પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ પ્રવાસ કરે છે. જો આ સાડા પાંચ કલાકના અંતર દરમિયાન એક કે બે વધારાની મેમુ ટ્રેનો શરૂ કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ જતાં મુસાફરોને મોટી રાહત મળી શકે તેમ છે.
ત્રણ મહિના બાદ ફરી એક વખત આ મુદ્દે મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે ૧થી ૨ વધારાની મેમુ ટ્રેનો શરૂ કરવા ડીઆરયુસીસી સભ્ય, વડોદરા વિભાગ એમ. હબીબ લોખંડવાલા દ્વારા જણાવાયું છે.









