Gujarat

વડોદરા કોર્પોરેશનનું જનરલ બોર્ડ શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન મંજૂર કરે તેવી માગણી

By GS TEAM
23 Jun 20251 min read
TukuTouch Logo
શિક્ષણ સમિતિના કર્મચારીઓ પોસ્ટર બેનર લઈ બહાર સૂત્રોચ્ચાર કરશે : છેલ્લા 19 દિવસથી હડતાલ ચાલુ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનનું જનરલ બોર્ડ શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન મંજૂર કરે તેવી માગણી

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સાંજે સામાન્ય સભા મળવાની છે. આ સભા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરે તેવી માગણી સાથે દેખાવો કરનાર છે. સાંજે 4 કલાકે કોર્પોરેશન ખાતે 200 જેટલા કર્મચારીઓ હાથમાં પોસ્ટર, બેનર લઈ સુત્રોચાર કરી કાયમી કરવાનો પ્રશ્ન સભામાં મંજુર કરે એવી માંગણી ઉચ્ચારશે. ચોથા વર્ગના 570 કર્મચારીઓની છેલ્લા 33 વર્ષથી લડત ચાલુ છે, અને શિક્ષણ સમિતિની ઓફિસ ખાતે 19 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર બેઠા છે. કાયમી કરવા મુદ્દે અગાઉ લેબર કોર્ટ દ્વારા અપાયેલા હુકમનું પાલન નહીં કરી કોર્પોરેશનના શાસકો કોર્ટના હુકમની અવગણના કરે છે, તેવો આક્ષેપ કરીને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ માગણી ઉકેલવા રજૂઆત કરી હતી.