Gujarat

મુનસર તળાવમાં વરસાદી પાણીના નાળાની સફાઇ કરવા માંગ

By GS TEAM
18 Jun 20251 min read
મુનસર તળાવમાં વરસાદી પાણીના નાળાની સફાઇ કરવા માંગ

વિરમગામઃ વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવ આવેલું છે. તળાવની મધ્યમાં મુનસરી માતાજીનું મંદિર આવેલ છે. મંદિરના પાછળના ભાગે કુદરતી વિરમગામ શહેરનું વરસાદી પાણી આવવાના ભૂંગળા મુકવામાં આવેલા છે. પરંતુ પુરાતત્વ વિભાગ અને ઇરીગેશન વિભાગ, સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે વરસાદી પાણી આવવાના માર્ગ અને વરસાદી પાણી આવવાના માર્ગમાં ઊગી નીકળેલ ઝાડી જાખરા, જંગલી ઘાસ હજી સુધી સાફ-સફાઈ જવાબદાર તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવી નથી. ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સાફ-સફાઈ કરવામાં આવે અને વરસાદી પાણી આવવાના માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી શહેરીજોનની પ્રબળ માંગ ઉઠી છે.