Get The App

વડોદરામાં તરસાલીના વડદલા ગામે સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં તરસાલીના વડદલા ગામે સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ 1 - image


Vadodara Corporation : વડોદરા પાલિકાની હદનું વિસ્તરણ થતા છેવાડાના ગામોને વડોદરામાં 2019માં સમાવાયા હતા. શહેરના તરસાલી નજીકના છેવાડે આવેલા પાલિકા વોર્ડ 19માં વડદલા તંત્ર દ્વારા સ્મશાન બનાવી આપવામાં આવ્યું હતું પરંતુ સ્મશાન જતો રસ્તો ગાયબ જ થઈ ગયો છે. અંતિમ ક્રિયા માટે મૃતકને ટ્રેક્ટરમાં લવાય છે પરંતુ ટ્રેક્ટર સ્મશાનની અંદર સુધી રોડ રસ્તાના અભાવે નહીં આવતા મૃતકની ડેડ બોડી સ્વયં પરિવારજનોને લાવવા ફરજ પડે છે. પાલિકા તંત્ર દ્વારા પાણી સહિતની કોઈ સુવિધા પણ આપવામાં આવી નહીં હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. 

ઉલ્લેખનીય છે કે શહેરનો વિસ્તાર વ્યાપ વધારવાના ઇરાદે છેવાડાના ગામો 2019માં પાલિકા તંત્રમાં સમાવાયા હતા. તરસાલી નજીક આવેલા વડદલા ગામનો પણ પાલિકાના વોર્ડ 19માં સમાવેશ કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા સ્થાનિકોના મૃતકો અંગે સ્મશાન બનાવી આપવામાં આવ્યું હતું. પરંતુ સ્મશાન સુધીનો રસ્તો ગાયબ થઈ ગયો હતો. આ ઉપરાંત સ્થાનિકોને પાણીની સમસ્યા પણ સતાવી રહી છે. ગ્રામજનોને અગ્નિસંસ્કાર માટે ટ્રેક્ટરમાં મૃતકની બોડી લાવવી પડે છે પરંતુ સ્મશાનની અંદર સુધી રસ્તાના અભાવે ટ્રેક્ટર આવી શકતું નથી. પરિણામે સ્વજનોને મૃતકની બોડી સ્વયં ઊંચકીને સ્મશાનમાં લાવવી પડે છે. આમ સ્મશાન સુધીના રસ્તો વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા બનાવી આપવામાં આવે અને પાણીની સમસ્યા તાત્કાલિક ધોરણે દૂર કરવાની ગ્રામજનોએ માગ કરી છે.

Tags :