જિલ્લા,તાલુકા અને ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યોને માનદ વેતન આપવા વાઘોડિયા ધારાસભ્યની માંગ
વડોદરા,તા. 28
જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોના સરપંચ અને સદસ્યો ને ગુજરાત સરકાર તરફથી માનદ વેતન આપવું જોઇએ તેવી માગણી સાથે નો પત્ર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે.
તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે કે વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારના જીતેલા સરપંચોના સન્માન સમારંભમાં કેટલાક આગેવાનોએ રજૂઆત કરી હતી કે તેઓને જિલ્લા કક્ષાએ કલેકટર હોય કે જિલ્લા પંચાયતની કે તાલુકા પંચાયતની કચેરી હોય ત્યાં કામગીરી માટે જવું પડતું હોય છે જેથી પૂરતી વ્યવસ્થા મળી રહે અને લોકોના કામો નો ઝડપી ઉકેલ આવે તેને ધ્યાનમાં રાખી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યોને ગુજરાત સરકાર તરફથી માનદ વેતન મળવું જોઈએ.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાતમાં ધારાસભ્યો અને મહાનગરપાલિકાના સભ્યોને માનદ વેતન આપવામાં આવી રહ્યું છે ત્યારે અન્ય રાજકીય આજે વાહનોને પણ માનદ વેતન મળવું જોઈએ તેવી લાગણી વાઘોડિયાના ધારાસભ્ય એ વ્યક્ત કરી છે.