સુરતની વસ્તીની તુલનાએ વધુ ગ્રાહક કમિશન તથા સરકીટ બેન્ચ ફાળવવા વકીલોની માંગ

હાલમાં સુરતમાં માત્ર એક મુખ્ય અને એડીશ્નલ ગ્રાહક ફોરમ કાર્યરત છેઃ વસ્તી અને ગ્રાહક લક્ષી કેસોની તુલનાએ વધારા સાત અધિક ફોરમની જરુર

Updated: Jan 24th, 2023સુરત

હાલમાં સુરતમાં માત્ર એક મુખ્ય અને એડીશ્નલ ગ્રાહક ફોરમ કાર્યરત છેઃ વસ્તી અને ગ્રાહક લક્ષી કેસોની તુલનાએ વધારા સાત અધિક ફોરમની જરુર

સુરતમાં હાલમાં કાર્યરત માત્ર બે ગ્રાહક કોર્ટને બદલે સુરતની વસ્તીની તુલનાએ વધારાની સાત એડીશ્નલ ગ્રાહક ફોરમ તથા સ્ટેટ કમિશનની સર્કીટ બેન્ચની ફાળવણી કરવા કન્ઝ્યુમર્સ પ્રેકટીશ્નર વકીલોએ સુરત જિલ્લા કલેકટર,ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીશ,રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે લેખિત આવેદન પાઠવી માંગ કરી છે.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન પ્રેકટીશ્નર એસો.ના નેજા હેઠળ કન્ઝ્યુમર્સ પ્રેકટીશ્નર નરેશ નાવડીયાએ સુરતની વધતી જતી વસ્તીની તુલનાએ તથા ગ્રાહક લક્ષી કેસોની સંખ્યા વધતા સુરતની ભાવિ જરૃરિયાતને ધ્યાને લઈને વધુ સાત અધિક ગ્રાહક કમિશનની ફાળવણી કરવા માંગ કરી છે.જે મુજબ હાલમાં સુરત ખાતે મુખ્ય તથા એડીશ્નલ એમ બે જ ગ્રાહક કમિશન કાર્યરત છે.જેના કારણે ગ્રાહક લક્ષી કેસોની સંખ્યા વધવા સાથે કેસોનું ભારણ વધી રહ્યું છે.જેથી સમયસર પેન્ડીંગ કેસોના નિકાલ થાય અને ઝડપી ન્યાય મળે તે માટે સુરતની વસ્તી વધારા તથા ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈ વધુ સાત ગ્રાહક કમિશન તથા સ્ટેટ કમિશનની સર્કીટ બેન્ચની ફાળવણી થાય તે વકીલો તથા સમયની માંગ છે.હાલમાં સુરતની વસ્તી 70 લાખની આસપાસ છે.જેથી લોકો કોઈને કોઈ વસ્તુ અથવા સેવા ખરીદી કરતા હોઈ ગ્રાહક સેવામાં ક્ષતિ અંગેના કેસોની સંખ્યા વધી રહી છે.હાલમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધવા સાથે ફ્રોડ થવાના કિસ્સા પણ વધી રહ્યા છે.

જેથી ગ્રાહક સેવામાં ખામી અંગેના કેસો માટે સુરતની વસ્તીની તુલનાએ માત્ર બે જ ગ્રાહક કોર્ટ કાર્યરત છે.જેથી ગ્રાહક લક્ષી યુગમાં લોકોને ઝડપી અને સમયસર ન્યાય મળી રહે તે માટે વધુ સાત જેટલી ગ્રાહક કોર્ટની ફાળવણી કરવાની જરૃર છે.તદુપરાત પૂર્ણ કાલીન જ જોઈને જરૃરી સ્ટાફની નિમણુંક કરવા તથા સ્ટેટ કમિશનની સર્કીટ બેન્ચ ફાળવવા કન્ઝ્યુમર્સ પ્રેકટીશ્નર વકીલોએ માંગ કરી છે.


    Sports

    RECENT NEWS