Get The App

સાયલા તાલુકાના ક્વોરી ઉદ્યોગને નિયમિત વીજ પુરવઠા માંગ

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
સાયલા તાલુકાના ક્વોરી ઉદ્યોગને નિયમિત વીજ પુરવઠા માંગ 1 - image


- ક્વોરી ઉદ્યોગને ઔદ્યોગિક ફીડર આપવા રજૂઆત

- અનિયમિત વીજ પુરવઠાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજીરોટી સામે સંકટ

સાયલા : સાયલા તાલુકાના ક્વોરી ઉદ્યોગમાં અનિયમિત વીજ પુરવઠાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજીરોટી સામે સંકટ ઊભુ થયું છે. જે અંગે ક્વોરી એસોસિયેશન દ્વારા નિયમિત વીજ પુરવઠા આપવા તેમજ ઔદ્યોગિક ફીડર આપવા વીજતંત્ર અને ધારાસભ્યને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે.

ઔદ્યોગિક રીતે પછાત સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગ લોકોને રોજીરોટી પુરી પાડે છે. ક્રશર ઉદ્યોગ કામદારો માટે જીવાદોરી સમાન છે. તાલુકામા આશરે ૧૨૦ જેટલા ક્રશર ઉદ્યોગ આવેલા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગને નિયમિત વીજ પુરવઠો નહીં મળતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજીરોટી સામે સંકટ ઊભુ થયું છે. વારંવાર ટ્રિપિંગ થતાં મશીનરીને નુકસાન થતાં ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ક્રશર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે મઢાદ, ફૂલગ્રામ, થોરીયાળી, સુદામડા, કેરાળા રોડ, વડિયા, રોડ, સાયલા, જસાપર, તેમજ સાયલા હાઇવે પર આવેલા મોટા પ્રમાણમાં ક્રશર ઉદ્યોગ છે. અવારનવાર વાવાઝોડું પવન કે અકસ્માતથી થાંભલાઓ પડી જાયછે જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેથી  ઉદ્યોગને મોટું નુકસાન વેઠવુ પડે છે. આ બાબતે કવોરી ઉદ્યોગના એસોસિયેશનના પ્રમુખ સહિત તમામ લોકો દ્વારા ધારાસભ્ય સહિત પીજીવીસીએલને આવેદનપત્ર આપી કવોરી ઉદ્યોગને નિયમિત પુરવઠો આપવા ઔદ્યોગિક ફીડર આપવા રજૂઆત કરવામાં આવી હતી.

Tags :