Vadodara : કેન્દ્ર સરકાર દ્વારા ટુરિસ્ટ માટેની 2×2ની બસો બંધ કરવાની જાહેરાત કરી હોવા અંગે વડોદરા સહિત ગુજરાત રાજસ્થાન તથા અન્ય રાજ્યના ખાનગી ટ્રાવેલર્સએ ભારે વિરોધ કરીને ઉગ્ર વિરોધ કર્યો છે. આગામી દિવસોમાં આ અંગે ઉગ્ર આંદોલનના મંડાણ થવા અંગેનો વિડીયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 2×2 ટુરિસ્ટ બસ હથોડા છાપ હોવાનું જણાવીને તેની માન્યતા રદ કરવા અંગે જાહેરાત કરી હતી. આ અંગે વડોદરા ટુરિસ્ટ વિભાગના ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી ટુરિસ્ટ બસની માન્યતા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે વડોદરા આરટીઓ દ્વારા ટ્રાવેલર્સને આવી ટુરિસ્ટ બસોની માન્યતા રદ કરવા જણાવ્યું હતું. જોકે ટ્રાવેલર્સો દ્વારા છેલ્લા સાતેક વર્ષથી આવી બસોનો ટુરિસ્ટો માટે ઉપયોગ થાય છે. જેનો નિયમિત વેરો અને વીમો પણ ભરાય છે. આવી બસો અંગે કોઈપણ મુસાફર ડ્રાઇવર કે કંડક્ટરો સાથે અઘટીત ઘટના પણ થયાનું પણ જણાયું નથી. સરકાર આ બાબતે કોઈ નીતિવિષયક નિર્ણય નહી લે તો ટ્રાવેલર્સો દ્વારા ઉગ્ર આંદોલન થવાની શક્યતા નકારી શકાતી નથી.
જોકે આ અંગે જુદા જુદા રાજ્યના સાંસદોને આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરીને સરકાર નિર્ણય અંગે વિચાર ના કરે એ બાબતે જણાવવામાં આવશે. આ ઉપરાંત એક સો જેટલા ટ્રાવેલર્સ સંચાલકો એકત્ર થઈને વડોદરા જિલ્લા કલેકટરને આવેદન આપીને સરકારને નિર્ણય અંગે વિચારણા કરવા અપીલ કરશે.
જોકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિ માસ રૂપિયા 55 હજાર જેટલો ટેક્સ નિયમિત ભરવામાં આવે છે. જોકે બીજી બાજુ સરકાર દ્વારા આવી બસો નીચલી કક્ષાની હોવાનું જણાવતા ટુરિસ્ટ5 વિભાગના પ્રમુખે જણાવ્યું હતું કે, આવા નિર્ણય વિશે સરકાર ફેરવિચારણા કરે એ જરૂરી છે. અગાઉ માનવ અધિકાર મુદ્દે પણ અપીલ કરીને ઘટતું કરવાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આમ છતાં પણ જો યોગ્ય ફેર વિચારણા નહીં થાય તો વિવિધ રાજ્ય સહિત વડોદરા અને ગુજરાતમાં ઉપગ્રહ આંદોલન થશે એ અંગે બે મત નહિ હોવાનું જણાવ્યું હતું.


