Get The App

આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી

આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેનું ફોર્મ ૬ અને ફોર્મ સાત હજી જાહેર કર્યું જ ન હોવાથી રિટર્ન ફાઈલ થતાં નથી

એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટીડીએસની વિગતો આવકવેરાના પોર્ટલ પર દેખાતી નથી

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા  રિટર્નની ડેટ લંબાવવાની માગણી  કરવામાં આવી 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાના ફોર્મ ઇશ્યૂ કરવામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે વિલંબ કર્યા પછી આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેના પોર્ટલના કેટલાક વિભાગો ખૂલતા જ ન હોવાથી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી રહી છે. વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે આવકવેરાના પોર્ટલ પર રિટર્ન ફાઈલ કરવા જાય ત્યારે ટીડીએસની વિગતોનો વિભાગ પોર્ટલ અપડેશનને કારણે ઠપ થઈ જાય છે. તેને પરિણામે ટીડીએસની વિગતો મળી શકતી નથી. આ જ રીતે કેટલીકવાર એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેસન સમરીનો વિભાગ પણ ઠપ થઈ જતો હોવાથી રિટર્ન ફાઈલ કરવા માટેની માહિતી ઉપલબ્ધ બનતી નથી.  ફોર્મ ૨૬એએસમાં પણ અનિયમિતતાઓ જોવા મળી રહી હોવાથી રિટર્ન ફાઈલ કરવા તકલીફદાયક બની રહ્યા છે. પરિણામે ફોર્મમાંની વિગતો અને ચોપડાના હિસાબોનું મેળવણું થઈ શકતું નથી. 

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ પોર્ટલમાં એરર-ભૂલ આવતી હોવાનું જોવા મળે છે. ઓડિટ રિપોર્ટ પણ અપલોડ થતાં નથી. ટેક્સ ઓડિટ રિપોર્ટ ૩ સીડી ફોર્મમાં અપલોડ કરવા પડે છે. એક જ પાનકાર્ડ નંબર ધારકના એન્યુએલ સ્ટેટમેન્ટની વિગતો અને ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેશન સમરીમાં મિસમેચ જોવા મળી રહ્યા છે. આ વિગતો મેળવવા માટે વારંવાર પ્રયાસ કરવામાં આવતા હોવા છતાંય તે મળી શકતા નથી.

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મ નંબર ૬ અને ૭ આજની તારીખે જાહેર થયેલા ન હોવાનું જણાવતા ગુજરાત ચેમ્બરની ટેક્સેશન કમિટીના ચેરમેન જૈનિક વકીલનું કહેવું છે કે આઈટીઆર ૧, ૨, ૩ અને ૪ ૩૦મી જુલાઈએ, આઈટીઆર-૫ આઠમી ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યા છે. ફોર્મ નંબર ૩ સીએ અને ૩ સીડી તથા ફોર્મ નંબર ૩ સીબી અને ૩ સીડીની જાહેરાત ૨૯મી એપ્રિલે કરવામાં આવી છે.  સામાન્ય રીતે આ ફોર્મની જાહેરાત એપ્રિલ માસમાં  જ કરી દેવામાં આવે છે. આ વખતે આ ફોર્મ જાહેર કરવામાં સાડા ત્રણ મહિનાથી વધુનો વિલંબ કરવામાં આવ્યો છે. બીજીતરફ ફોર્મ નંબર ૫ તો આઠમી ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યું છે. તેની સામે ફોર્મ નંબર ૬ અને ૭ની જાહેરાત તો આજે પણ કરવામાં આવેલી નથી. 

આ વિલંબને કારણે કરદાતાઓના રિટર્ન પણ તૈયાર કરી શકાયા નથી. કારણ કે યુટિલિટી એટલે કેે રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મમાં ફેરફાર કરવામાં તો રિટર્ન ફાઈલકરવાની સંપૂર્ણ કવાયત નવેસરતી કરવી પડે છે. તેમ જ આવકવેરાના પોર્ટલ પર ટ્રાફિક વધી જાય ત્યારે સાઈટ ધીમી પડી જાય છે. કલાકો સુધી રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા થતી જ નથી.


Tags :