એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માગ
Vadodara MS University : એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએના કોર્સમાં હાયર પેમેન્ટ સીટ પર 200 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે પરંતુ નજીકની જ ખાનગી યુનિવર્સિટીઓમાં બીસીએના કોર્સ માટેના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ACની સુવિધા આપવામાં આવે છે પરંતુ એમ એસ યુનિવર્સિટીમાં આવી વ્યવસ્થા નહીં હોવા બાબતે શહેર એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઓને એર કન્ડિશન રૂમની સગવડ આપવાની માગ સાથે ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સાયન્સ ફેકલ્ટીના દિનને અપાયેલા આવેદનપત્રમાં એનએસયુઆઈ દ્વારા જણાવાયું છે કે, એમ.એસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં બીસીએનો કોર્સ ચલાવવામાં આવે છે હાયર પેમેન્ટના આ કોર્સમાં 200 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. પરંતુ ક્લાસરૂમમાં માત્ર પંખા છે પરંતુ શહેર નજીકની અન્ય ખાનગી કોલેજોમાં બીસીએના વિદ્યાર્થીઓને બેસવાના રૂમમાં એર કન્ડિશન લગાવવામાં આવ્યા છે પરંતુ એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બી.સી.એના વિદ્યાર્થીઓને ગરમીમાં રાહત આપવાના ઇરાદે માત્ર પંખા રાખવામાં આવ્યા છે પરંતુ તેની જગ્યાએ એર કન્ડિશનની પણ સગવડ આપવાની માગ કરવામાં આવી છે. આ અંગે 40 જેટલા વિદ્યાર્થીઓના સમૂહે શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા, સહિત વાસુ પટેલ અને તેજસ રોયના નેજા હેઠળ અપાયેલા આવેદનપત્રમાં માગ કરાઇ છે.