Get The App

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ 1 - image

જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવા રજૂઆત

હિન્દુ સંગઠને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકામાં જાહેર સ્થળોએ જોખમી મેડિકલ વેસ્ટ ફેંકી દેવાની પ્રવૃત્તિ સતત વધી રહી છે, જે પર્યાવરણ અને જનઆરોગ્ય માટે ગંભીર ખતરો બની છે. તાજેતરમાં ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર રામેશ્વર ટાઉનશિપ સામે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.

અગાઉ પણ હાઈવે પર આવા કચરાના ઢગ જોવા મળ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ગંભીર બેદરકારી સામે હિન્દુ સંગઠન મેદાને આવ્યું છે. સંગઠનના આગેવાનોએ મામલતદાર, મેડિકલ ઓફિસર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જવાબદાર તબીબો અને મેડિકલ સંસ્થાઓની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સંગઠને ચીમકી આપી છે કે જો તંત્ર મેડિકલ વેસ્ટના નિકાલ પર કડક દેખરેખ રાખવામાં નિષ્ફળ રહેશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.