અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત
Amreli News : અમરેલી જિલ્લાના ખેડૂતોના જમીનમાં ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે-સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોના સર્વે નંબર અને વાવેતર કરાયેલા પાકની માહિતી સાથે મેળ ન થતાં આંકડામાં પ્રકાશમાં આવ્યા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપા દુધાતે ડિજિટલ ક્રોપ સર્વેમાં રહેલી ખામીઓ દૂર કરવા અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
લેટરમાં જણાવ્યું છે કે, 'ખેડૂતોના સર્વે નંબર તથા વાવેતર કરાયેલા પાકોની હકીકત સાથે મેળ ન ખાતા આંકડાઓ સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ફરીથી મુશ્કેલીઓનો સામનો કરવાની સ્થિતિ આવી છે. સરકાર દ્વારા અગાઉ કરાયેલા રજિસ્ટ્રેશ રદ કરીને ફરીથી સર્વે કરવાની જાહેરાત કરી છે, પરંતુ હાલ ખેતરોમાં પાકની લણણી ચાલી રહી છે તથા પાથરાઓ ખેતરોમાં પડેલા છે.'
આ પણ વાંચો: અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી છે કે, 'ડિજિટલ સર્વેમાં સર્જાયેલી ખામીઓ દૂર કરીને વાસ્તવિક આંકડાઓ સાથે ખેડૂતોની જમીનો સર્વે કરવામાં આવે. સરકાર જાતે સ્થળ પર આવી ખેડૂતોને સહકારમાં રાખીને સર્વે કરે. આ સાથે ખેડૂતોને ફરી કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી રાહત તથા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.'