Cows Die in Deesa: ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારે સાંજે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 36 જેટલી ગાયોને ખોરકી ઝેરની અસર થતાં મોત નિપજ્યા હતા. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના બલોઘર ગામ ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270થી વધુ ગાયોની દેખરેખ રાખવામાં આવે છે. જેમાં 14મે 2025ને બુધવાર ના સાંજના સમયે ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. જેને ખાતાં નાની મોટી 36 ગાયોના ટપોટપ મોત થયા હતા.
પાંજરાપોળ સંચાલકને આ અંગે સવારે જાણ થતાં તેમણે નાયમ પશુપાલક નિયામક, પશુચિકત્સા અધિકારીને કરતાં ટીમ ઘટનાસ્થળે આવી ગાયોનું પી.એમ કર્યું હતું અને 15 જેટલી ગાયોની સારવાર કરી જીવ બચાવ્યો હતો. મુત્યું પામેલી ગાયોને જે.સી.બી દ્વારા ખાડો ખોદી ભંડારવામાં આવી હતી. આ અંગે પશુ ચિકત્સા ડોક્ટરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે લીલો ઘાસચારો વાઢીને મૂકવામાં આવ્યો હતો જે બફારાના કારણે ઘાસચારો ઝેરી થઈ ગયો હતો. જે ખાવાથી ગાયોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.


