Get The App

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો

કાર્બિમાઝોલમાંના ગ્રાન્યુલોસાઇટ્સ લોહીમાં ફરતાં શ્વેતકણોના પ્રમાણને ઘટાડી દેતા હોવાથી ચેપ સામે લડવાની ક્ષમતા ઘટે છે

ડોક્ઝિસાઈક્લાઈન દવા લેનારને બેચેની, ચિંતા, ચીડિયાપણું, ગભરાટ અને ચક્કર આવવાની થતી તકલીફ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો 1 - image

 

CDSCOએ દવા કંપની માટે નવો આદેશ બહાર પાડયો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશનએ ૧૯ ફેબ્રુઆરીના આદેશ બહાર કરીને ભારતના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના દવા નિયામકોને એન્ટિબાયોટિક ડોક્ઝિસાઈક્લાઈન અને એન્ટી-થાયરોઇડ દવા કાર્બિમાઝોલના પેકેજ પર દવાની આડઅસર અંગે મૂકવામાં આવતી માહિતીમાં દવાઓની નવી સાઇડ ઇફેક્ટ્સની વિગત ઉમેરવી ફરજિયાત કરી દીધી છે. આ અંગેનો સૂચનાપત્ર દેશભરના દવા નિયામકોને તેમના પોતાના અધિકારક્ષેત્ર હેઠળના ઉત્પાદકોને મોકલી આપવા પણ જણાવી દીધું છે.

આ નિર્ણય ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન, ગાઝિયાબાદ સ્થિત નેશનલ કોઓર્ડિનેશન સેન્ટર ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા દ્વારા દવાના માનવ શરીર પર આવતા રિએક્શન અંગે બહાર પાડેલા રિપોર્ટના મૂલ્યાંકન બાદ લેવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી એટલે કે ૨૪ માર્ચ ૨૦૨૫ની ૨૬મી તારીખની સિંગલ રિવ્યૂ બેઠકમાં પણ ચર્ચા પણ કરવામાં આવી હતી.

ડોક્ઝિસાઈક્લાઈન આધારિત દવાઓના પ્રિસ્ક્રાઈબ ઇન્ફરમેશન લીફલેટ-પીઆઈએલમાં નીચેના સાઈડ ઇફેક્ટ્સની વિગત ઉમેરવી જોઈએ ઃ આ દવા લેનારને બેચેની, ચિંતા, ચીડિયાપણું, ગભરાટ, અને ચક્કર આવવાની પણ તકલીફ થતી હોવાનું બહાર આવ્યું છે.

આ ભલામણને ૮ જાન્યુઆરી ૨૦૨૬ની બેઠકમાં એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી-પેરાસિટિક માટેની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ પણ સમર્થન આપ્યું હતું. તેમ જ આ સાઇડ ઇફેક્ટ્સને દવાના કાશન સેક્શન-દરદીઓને ચેતવણી આપતા વિભાગમાં ઉમેરવાની પણ સલાહ આપી હતી.

૬ જાન્યુઆરી ૨૦૨૬ની એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં કાર્બિમાઝોલ માટે એગ્રેન્યુલોસાયટોસિસની આડઅસરની વિગતો પ્રિસ્ક્રિપ્શન ઇન્ફોર્મેશન લિમિટમાં સામેલ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. એગ્રેન્યુલોસાયટોસિસ એક જીવલેણ પરિસ્થિતિ છે, જેમાં ગ્રાન્યુલોસાઇટ્સ લોહીમાં ફરતાં શ્વેતકણોનું પ્રમાણ અત્યંત ઘટાડી દે છે. શ્વેતકણો માનવ શરીરમાંના સૈનિકો છે. આ સૈનિકો ખતમ થઈ જવાને રણે ચેપ સામે લડવાની શરીરની ક્ષમતા ઘટી જાય છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઈ રાજીવ સિંહ રઘુવંશીએ દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની લાઇસન્સિંગ ઓથોરિટીને લેખિત સૂચના આપી છે કે તેઓ ઉપરોક્ત બંને દવાઓના ઉત્પાદકોને આ નવી આડઅસરોની વિગતો તેમના પેકેટ્સ પર લખીને જાણ કરવાની વ્યવસ્થા કરી દેવાની રહેશે. તેમણે સત્તાધિકારીઓને આ અંગે લેવામાં આવેલા પગલાંની જાણ પોતાના કાર્યાલયને કરવા પણ કહ્યું છે.

આ પગલું દવાઓ અંગે વધુ પારદર્શિતા અને દર્દીઓની સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ છે. પ્રિસ્ક્રાબિંગ ઇન્ફોર્મેશન લીફલેટમાં નવા સાઇડ ઇફેક્ટ્સ ઉમેરવાથી ડોક્ટરો અને દર્દીઓને સંભવિત જોખમ અંગે વધુ જાગૃતિ મળશે.