Gujarat
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી
By GS TEAM
16 May 20261 min read

વડોદરા,મોબાઇલ પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા રેલવે સ્ટેશનની બાજુમાં તુલસીવાટિકા સોસાયટીમાં રહેતા અને અખબારના સંચાલક આશિષકુમાર બારોટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૪ થી તારીખે નીરવ પટેલ સાથે વોટ્સએપ કોલ પર વાત થઇ હતી. તેણે ધમકી આપી હતી. પરંતુ, તે સમયે અમે કોઇ કાર્યવાહી કરી નહતી. ત્યારબાદ ૮ મી તારીખે ફરીથી મારા પર કોલ આવ્યો હતો. બે અજાણ્યા વ્યક્તિઓએ મને તથા મારા મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








