વડોદરા: મહીસાગર નદીમાં એક જ પરિવારની મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા

વડોદરા, તા. 21 નવેમ્બર 2021 રવિવાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં નાહવા ગયેલા એક જ પરિવારના ત્રણ વ્યક્તિનું ડૂબી જતાં મોત નિપજ્યું છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદી પાસે આવેલા મહીસાગર માતાના મંદિર નજીક કરખડી ગામના જ જ્યોતિબેન વ્યાસ તેમના પુત્ર અભય વ્યાસ અને ભત્રીજા મિતેષ વ્યાસ નાહવા માટે ગયા હતા જ્યાં એવો ઊંડા પાણીમાં જતા ડૂબી ગયા હતા.
ડૂબી ગયેલા જ્યોતિબેન અને અભયના મૃતદેહને ગ્રામજનોએ બહાર કાઢ્યો હતો પરંતુ ત્રીજા યુવકનો મૃતદેહ નહીં મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. વડોદરાની ફાયરબ્રિગેડની ટીમે મહીસાગર નદીમાં ડૂબી ગયેલા મુકેશ વ્યાસ ના મૃતદેહને સતત એક કલાક સુધી શોધખોળ કરી હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
કરખડી ગામના એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મહીસાગર નદીમાં ડૂબી જવાને કારણે મોત થતાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી હતી

