સૂરસાગરની જેમ ગોત્રી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત,દુર્ગંધથી લોકો ત્રસ્ત
વડોદરાઃ સૂરસાગર તળાવની જેમ ગોત્રી તળાવમાં ફરી એકવાર માછલીઓના મોટી સંખ્યામાં મોત નીપજતાં પર્યાવરણ પ્રેમીઓએ આઘાતની લાગણી અનુભવી છે.
અગાઉ વડોદરાની મધ્યમાં આવેલા સૂરસાગર તળાવમાં માછલીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામી હોવાના બે થી ત્રણ વાર બનાવ બન્યા હતા.ત્યારબાદ પાણીનું શુધ્ધિકરણ પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગોત્રીમાં આવેલા તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતાં દુર્ગંધથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા.તળાવમાં જથ્થાબંધ માછલીઓ જોઇ લોકો હેતબાઇ ગયા હતા.
પ્રાથમિક તબક્કે બનાવનું કારણ ગંદકી અને ઓક્સિજનની માત્રા ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.કોર્પોરેશન દ્વારા તળાવોના બ્યુટિફિકેશન કરવામાં આવે છે.પરંતુ જળચર જીવો પ્રત્યે બેદરકારી રખાતાં જીવદયાપ્રેમીઓ દુખી થયા છે.
એક વર્ષ પહેલાં પણ ગોત્રી તળાવમાં માછલીઓના મોત થયા હતા
એક વર્ષ પહેલાં પણ ગોત્રી તળાવમાં માછલીઓના મોત થયા હતા.તે વખતે ગરમીનું પ્રમાણ વધુ હતું અને બ્યુટિફિકેશનનું કામ પણ કરવામાં આવ્યું હતું.માછલીઓના મોતનું કારણ જાણી જો પગલાં લેવામાં આવ્યા હોત તો આજે નિર્દોષ જળચર જીવો બચી શક્યા હોત.