જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લામાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આજથી ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે રાજકીય પક્ષો જંગ જીતવા માટે પ્રચાર પ્રસાર તે જ બનાવશે.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે એક બેઠક બિન હરીફ થતાં હવે 63 બેઠકો માટે મતદાન થશે. અને 260 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. વોર્ડ નંબર 14 માં એક બેઠક ઉપર ભાજપના રીટાબેન જોટંગીયા બિન હરીફ વિજેતા થયા છે.
સિક્કા નગરપાલિકાની 28 બેઠક માટે 80 ઉમેદવારના ફોર્મ માન્યા રહ્યા હતા. જેમાં આજે એક પણ ઉમેદવારી પત્ર પાછું નહી ખેંચાતા તમામ 80 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
જામનગર જિલ્લાની જિલ્લાની છ તાલુકા પંચાયતની કુલ 112 બેઠકો માટે ફોર્મ પાછા ખેંચ્યા પછી હવે 344 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. તાલુકા પંચાયતમાં પાંચ બેઠક બિન હરીફ થવા પામી છે.
જ્યારે જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટેની ચૂંટણીમાં જોડિયા તાલુકાના પીઠડ ગામની એક બેઠક ઉપર ભાજપના મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી બિન હરીફ વિજેતા થવા પામી છે. હવે 23 બેઠકો માટે 76 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે.









