Get The App

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ, ભાયલી અને સેવાસીના મકાનોના ફોર્મ ભરવાની મુદત વધારી તા.20 મે કરાઈ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ, ભાયલી અને સેવાસીના મકાનોના ફોર્મ ભરવાની મુદત વધારી તા.20 મે કરાઈ 1 - image


Vadodara : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ ભાયલી અને સેવાસી ખાતે તૈયાર થનારા ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા અંગે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત તા. 20-મે સુધી લંબાવવામાં આવી છે.

વડોદરા મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ શાખા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ ભાયલી અને સેવાસી ખાતેના ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ મંગાવ્યા હતા. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.30, એપ્રિલ સાંજના 6 વાગ્યા સુધીની હતી.

પરંતુ આ યોજનાને મળેલા અભૂતપૂર્વ જન પ્રતિસાદના કારણે આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા 20 દિવસ વધારીને 20-મે સાંજે છ વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત જરૂરિયાત મંદો આગામી તા.20-મે ચાઇના છ વાગ્યા સુધી યોજનાના ફોર્મ ભરી શકશે આ અંગે જરૂરી દસ્તાવેજો વડોદરા પાલિકાની વેબસાઈટ પર અપલોડ કરી શકાશે.

Tags :