પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનનાર ભાયલીના મકાન મેળવવાની સમય મર્યાદા વધુ એક માસ લંબાવાઈ
Vadodara Pradhan Mantri Awas Yojana : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાઈલી ખાતે તૈયાર થનારા ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા અંગે ઓનલાઇન ફોર્મ ભરવાની સમય મર્યાદા ચોથી વખત લંબાવાઈ છે. આ સમય મર્યાદા એક મહિનો લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાઈલી ખાતે તૈયાર થનારા ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસો ફાળવવા ઓનલાઇન ફોર્મ ભરવાની મર્યાદા એક માસ સુધી લંબાવાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજનામાં આવાસો મેળવવા ઓનલાઈન મંગાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પૈકી ભાયલી ટીપી 04 ફાઇનલ પ્લોટ નંબર 93 (બળીયાદેવ મંદિરની બાજુમાં, દશામાં મંદિરની સામે, ભાયલી ગામ, ભાયલી) ખાતેના ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસની કિંમત રૂપિયા 5.50 લાખ છે. આ આવાસ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધુ 30 દિવસે એટલે કે આગામી તા.4 સપ્ટેમ્બર સાંજ સુધી લંબાવવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો પાલિકાની વેબસાઈટ પર જોવા મળશે તેમ એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા જણાવ્યું છે.