Gujarat
નવાયાર્ડના રાત્રે ગુમ થયેલા યુવકનો ગોરવા કેનાલમાંથી મૃતદેહ મળ્યો
By GS TEAM
19 Mar 20261 min read

વડોદરાઃ વડોદરાની કેનાલમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવવાનાે બનાવ બનતાં ફતેગંજ પોલીસે કાર્યવાહી કરી છે.
નવાયાર્ડ સરદાર નગર વિસ્તારમાં પન્ના લાલ ચાલી ખાતે રહેતો ૨૨વર્ષીય કૃણાલ પાર્ટે ગઇ મધરાતે ઘરની બહાર નીકળ્યા બાદ પત્તો નહિ લાગતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.જે દરમિયાન છાણી કેનાલમાં ડુબ્યો હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ઇઆરસીની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.આજે તેનો મૃતદેહ મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









