Get The App

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ 1 - image


Ahmedabad News: અમદાવાદના ખાનપુર વિસ્તારમાંથી કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. ખાનપુર રાઇફલ ક્લબ નજીક એક નવજાત શિશુ (જન્મેલું બાળક) મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અગમ્ય કારણોસર આ નવજાત શિશુને તરસોડી દીધો હોવાની આશંકા સેવાઈ રહી છે.

રાઇફલ ક્લબ પાસે બાળકને જોતાં જ લોકો એકઠા થયા

મળતી માહિતી મુજબ, ખાનપુર રાઇફલ ક્લબ નજીકથી પસાર થતા સ્થાનિક નાગરિકોની નજર આ બિનવારસી હાલતમાં પડેલા નવજાત શિશુ પર પડી હતી. નજીક જઈને જોતાં તે મૃત હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના કાળજા કંપાઈ ઉઠ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોમાં આ ઘોર કૃત્ય કરનાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો

ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને નવજાત શિશુના મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. આ શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બાળક અહીં કેવી રીતે પહોંચ્યું, કોણ તેને આ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયું અને તેને આ રીતે તરછોડી દેવા પાછળનું મુખ્ય કારણ શું છે, તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.