રાજકોટ જિલ્લામાં હોમ કોરેન્ટાઇન રહેલા લોકોની ચાવી ગ્રામ પંચાયતમાં જમા કરાવવાનો ડીડીઓનો નિર્ણય
રાજકોટ, તા. 8 એપ્રિલ 2020 બુધવાર
રાજકોટ જિલ્લામાં હોમ કોરેન્ટાઈન રહેલા લોકો ભાગી જતા હોવાની ઘટનાઓ વધતા જિલ્લા વિકાસ અધિકારીએ હોમ કવોરન્ટાઇન વ્યક્તિના ઘરના વાહનોની ચાવી ગ્રામપંચાયતમાં જમા કરાવવી તેવો આદેશ આપ્યો છે.
રાજકોટ જિલ્લામાં આશરે 600 ગ્રામ પંચાયત છે. અન્ય કોઈ વ્યક્તિ એમને વાહન આપશે તો પોલીસ ફરિયાદ થશે. હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોને કોઈ આવશ્યક ચીજની જરૂર પડશે તો તલાટી કે ગ્રામસેવકને જાણ કરવાથી હોમ ડિલિવરી કરી આપશે. હોમ કોરેન્ટાઇનમાં રહેલા લોકોએ 14 દિવસ તેઓ ક્યાં હતા કોને મળ્યા તેની નોંધ એક ડાયરીમાં રાખવી પડશે.