અમદાવાદમાં ગુરુકુળ રોડ પર સોસાયટીમાંથી દારૂના મોટા જથ્થા સાથે 3 બુટલેગરની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmebabad Liquor News : અમદાવાદ ઝોન-1 એલસીબી (Local Crime Branch) ની ટીમે શહેરના ગુરુકુલ રોડ પર આવેલા સુભાષચોક નજીકની નેમિનાથ સોસાયટીમાં બાતમીના આધારે દરોડો પાડીને દારૂનું મોટું કટિંગ ઝડપી પાડ્યું છે. પોલીસે વિદેશી દારૂ વોડકા અને સ્કોચની કુલ 300 બોટલ સાથે રૂ. 9.27 લાખ નો મુદ્દામાલ જપ્ત કરીને 3 બુટલેગરની ધરપકડ કરી છે.
LCB ZONE 1 ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે નેમિનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. આ સમયે એક ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી નેમિનાથ સોસાયટીમાં રહેતા કિન્નર મોદી, તેમજ જગદીશ સેવક અને શાસ્ત્રીનગરના રુચીર રાજપૂત સહિત ત્રણેયની ધરપકડ કરી હતી. તેમની પાસેથી વોડકા અને સ્કોચની 300 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 9,27,000 આશરે કરવામાં આવી છે.








