Get The App

તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ ઝોન-1ના સાત પોલીસ સ્ટેશન દ્વારા 38 લાખના 282 મોબાઇલ ફોન મુળ માલિકને પરત કરાયા

CEIR Portal નો ઉપયોગ કરીને ગુમ કે ચોરી થયેલા ફોન ટ્રેક કરીને શોધી કાઢવામાં આવ્યા

ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઇલ ફોન મુળ માલિકોને પરત આપવા માટેનો કાર્યક્રમ તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ યોજવામાં આવ્યો

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ  ઝોન-1ના સાત પોલીસ સ્ટેશન દ્વારા 38 લાખના 282 મોબાઇલ ફોન મુળ  માલિકને પરત કરાયા 1 - image

અમદાવાદ, સોમવાર

અમદાવાદ શહેરમાં ચોરી કે ગુમ થતા મોબાઇલ ફોનને તેને આઇએમઇઆઇ નંબરથી ટ્રેક કરીને CEIR Portal ની મદદથી શોધવામાં આવે છે અને  તે મોબાઇલ ફોન તેમના મુળ માલિકને પરત કરવામાં આવે છે.

તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ  ઝોન-1ના સાત પોલીસ સ્ટેશન દ્વારા 38 લાખના 282 મોબાઇલ ફોન મુળ  માલિકને પરત કરાયા 2 - imageઅમદાવાદના ઝોન-1ના તાબામાં આવતા સોલા, ઘાટલોડિયા, વાડજ, નવરંગપુરા, રીવરફ્રન્ટ, વાડજ અને  નારણપુરા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઇલ ફોન મુળ  માલિકોને પરત આપવા માટેનો કાર્યક્રમ તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ  હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં 38 લાખની કિંમતના 282 મોબાઇલ ફોન તેમના મુળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.

તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ  ઝોન-1ના સાત પોલીસ સ્ટેશન દ્વારા 38 લાખના 282 મોબાઇલ ફોન મુળ  માલિકને પરત કરાયા 3 - image આ કાર્યક્રમ સેક્ટર-1 એડીશન પોલીસકમિશનર નીરજ બડગુજર  અને ઇન્ચાર્જ ડીસીપી ઝોન-1 સફીનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Tags :