Gujarat

જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુએ સાસુ પર હુમલો કર્યો

By GS TEAM
14 Aug 20251 min read
TukuTouch Logo
રીસમણે બેઠેલી પુત્રવધુએ પરિવારના અન્ય ત્રણ મહિલા સભ્યો સાથે સાસુના ઘરમાં ધસી આવી સાસુના વાળ પકડી-ઢસડીને માર માર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુએ સાસુ પર હુમલો કર્યો

Jamnagar Crime : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં સાસુ વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા જેવા દ્રશ્ય સર્જાયા છે, અને રિસામણે બેઠેલી પુત્રવધુએ સાસુના ઘરે પોતાના પરિવારના અન્ય ત્રણ મહિલા સભ્યો સાથે ધસી આવી હંગામો મચાવ્યો હતો, અને સાસુના વાળ પકડી ઢસડીને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા કોલોની શેરી નંબર 10 માં રહેતા ભારતીબેન ભાવચંદભાઈ વઢવાણી નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાને વાળ પકડી ઢસડીને માર મારવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની જ પુત્રવધુ પાયલબેન ધર્મેશભાઈ વઢવાણી ઉપરાંત તેણીના પરિવારના અન્ય ત્રણ મહિલા સભ્યો ભારતીબેન, ભૂમિબેન, તેમજ ગીતાબેન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પુત્રવધુ પાયલબેન કે જે છેલ્લા 15 દિવસથી રિસામણે બેઠી હતી, અને પોતાના માવતરે ચાલી ગઈ હતી.

દરમ્યાન ગઈકાલે કપડાં લેવાના બહાને અન્ય ત્રણ મહિલાઓ સાથે સાસુના ઘરમાં ધસી આવી હતી, અને મારે છુટાછેડા જોઈએ છે, તેમ કહી દબાણ કર્યું હતું, અને સાસુ સાથે ઝઘડો કર્યા પછી મારામારી કરી હતી, ત્યારબાદ તેઓના વાળ પકડીને ઢસડી અન્ય મહિલાઓની મદદથી મારકુટ કરીને ભાગી છુટ્યા હતા. જે મામલે પુત્રવધુ અને તેના પરિવારના અન્ય ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે.