ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો
ગાંધીનગર નજીક આવેલા ઉનાવા ગામમાં
જેઠે પણ દંપતિને ગામમાં નહીં આવવા માટે ધમકી આપતા ત્રણ સામે ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાધેજામાં રહેતું દંપતી તેમના ગામ ઉનાવામાં ગરબા ગાવા માટે ગયું હતું તે દરમિયાન ગરબા ગાઈ રહેલી પુત્ર વધુ ઉપર સાસુ અને સસરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે જેઠ દ્વારા આ દંપતીને ગામમાં નહીં આવવા માટે ધમકી આપવામાં આવી હતી. જે સંદર્ભે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા ઉનાવા ગામના વતની હિરેનભાઈ
કાનજીભાઈ રાવળ હાલ તેમની પત્ની શીતલબેન સાથે રાંધેજા ખાતે રહે છે ત્યારે તે અને
તેમની પત્ની શીતલબેન ઉનાવા ગામમાં ગરબા ગાવા માટે ગયા હતા. આ દરમિયાન શીતલબેન ગરબા
ગાઈ રહ્યા હતા તે વખતે તેમના સાસુ કમુબેન રાવળ અને સસરા કાનજીભાઈ રાવળ ત્યાં હાજર
હતા. આ દરમિયાન કમુબેન ગાળો બોલતા વચ્ચે આવ્યા હતા અને શીતલબેનનો હાથ ખેંચી તેમને
ગરબાની લાઇનમાંથી બહાર કાઢી દીધા હતા કમુબેને શીતલબેનને કહ્યું કે તું ખરાબ છે
તેમજ તારા ધંધા ખરાબ છેધ. આ કહીને સાસુ કમુબેને તેમને લાફો માર્યો હતો ત્યારબાદ
કાનજીભાઈ પણ ગાળો દેતા ત્યાં આવી ગયા હતા અને સાસુનું ઉપરાણું લઈને બંને જણાએ
શીતલબેનને ગદડાપાટુનો માર મારવાનું શરૃ કર્યું હતું ઝઘડો થતાં આજુબાજુના માણસોનું
ટોળું ભેગું થઈ ગયું અને તેમણે શીતલબેનને વધુ મારથી છોડાવ્યા હતા ત્યાંથી જતા બંને
જણાએ શીતલબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કહ્યું કે આજે તો તું બચી ગયેલ છે, પરંતુ હવેથી
ઉનાવાગામમાં આવીશ તો તને જીવતી રહેવા દઈશ નહિ. એટલું જ નહીં આગળ જતા જેઠ રાકેશભાઈ
રાવળ હાજર હતા. તેમણે શીતલબેનના પતિ હિરેનભાઈને ગાળો બોલી ધમકી આપી કે જોયુ ને
હવેથી તમો બંન્ને ઉનાવાગામ ખાતે આવશો તો તમારી ખેર નથી અને હાથમાં આવેથી જીવતા નહિ
રહેવા દઇએ. જેથી હાલ પેથાપુર પોલીસ ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી
છે.