Get The App

ચાંદીના ઝાંઝર માગી પુત્રવધૂએ સાસુને કેમેરાના સ્ટેન્ડ વડે હુમલો કરતાં ઇજા

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના ઝાંઝર માગી પુત્રવધૂએ સાસુને કેમેરાના સ્ટેન્ડ વડે હુમલો કરતાં ઇજા 1 - image

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં પુત્રવધૂએ સાસુ પર હુમલો કર્યો હોવાના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસના કહ્યા પ્રમાણે,મનિષભાઇ તેની પત્ની ભારતી સામે ફરિયાદ આપી હતી.જેમાં તેણે કહ્યું હતું કે,હું નોકરી પર હતો ત્યારે મારા ભાઇએ ફોન કરીને મારી પત્ની મમ્મીને માર મારતી હોવાનું જણાવ્યું હતું.

જેથી ઘેર આવીને માતાને પૂછતાં તેણે કહ્યું હતું કે,મેં વહુને ઝાંઝર નહિ આપતાં તેણે કેમેરાના સ્ટેન્ડ વડે છાતી,પીઠ,પગ જેવા ભાગોએ માર માર્યો હતો.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.